..................વિશ્વ મહિલા દિવસ ...........
વિશ્વની પ્રત્યેક નારી કે જે 'મા' સ્વરૂપે, બહેન સ્વરૂપે, અર્ધાંગિની સ્વરૂપે મિત્ર સ્વરૂપે, પ્રેયસી સ્વરૂપે, દીકરી સ્વરૂપે અને બીજા અનેક સંબંધો સ્વરૂપે જગતનાં પ્રત્યેક માનવમાં સ્નેહ, સંસ્કાર,પ્રેમ, લાગણી, હૂંફ અને ચરિત્ર નિર્માણનું યુગો યુગોથી સિંચન કરતી આવી છે..,
સૃષ્ટિની પ્રત્યેક સન્નારી નિર્વ્યાજ સ્નેહનું અવિરત વહેતું ઝરણું છે, પરિવાર માટે ડગલે ને પગલે નારીનું સમર્પણ એ અગાધ મહાસાગર સમું છે, આ સ્નેહ અને સમર્પણ ને શબ્દોમાં વ્યક્ત કરી તેની મહત્તા ઓછી કરવા જેવું છે.
વિશ્વની પ્રત્યેક નારીને હૃદયની ઊર્મિઓથી કોટી કોટી વંદન...કોટી કોટી
પ્રણામ...
આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ, "પ્રત્યેક નારીનું ગૌરવ જાળવીએ....નારીનું ગૌરવ વધારીએ"....
No comments:
Post a Comment