ગીત~દિનેશ દેસાઈ©
ગુજરાતી રે ગુજરાતી, માતૃભાષા ગુજરાતી;
મોંઘી, મોંઘી, મોંઘી રે, મારી ભાષા ગુજરાતી.
નરસિંહ, મીરાં, નર્મદ, મુનશીનો વારસો,
અખા ભગત ને શામળ વાંચો તો જાણશો. ૦ ગુજરાતી રે...
વાણી મીઠી, સીધી દિલમાં ઉતરી જાય,
બોલો ત્યારે સૌનાં હૃદય પુલકિત થૈ જાય. ૦ ગુજરાતી રે...
ભાષા મીઠી, બોલીમાં મીઠાશ છલોછલ,
દુનિયાભરમાં મારી ભાષા છે અણમોલ. ૦ ગુજરાતી રે...
ગાંધી, સરદાર, મારી માટીની છે મ્હેંક,
અલખનું થાનક છે, ગઢ ગિરનાર આહલેક. ૦ ગુજરાતી રે...
No comments:
Post a Comment